Ticker

6/recent/ticker-posts

શું ચીનની ખાણમાંથી 8 વર્ષ પહેલા ફેલાયો હતો કોરોના ? વુહાન લેબથી ખાસ કનેક્શન

 વૈજ્ઞાનિકનો દાવો, ચીનની ખાણમાંથી 8 વર્ષ પહેલા ફેલાયો હતો કોરોના- વુહાન લેબથી ખાસ કનેક્શન

ફોટો ગુગલ માંથી લેવાયેલ
ગત વર્ષે નવેમ્બરથી ચીનના વુહાનમાં કોરોના વાયરસ ઇન્ફેક્શનના કેસ સામે આવવા લાગ્યા જેમાં અત્યાર સુધી દુનિયાભરમાં 2 કરોડથી વધારે લોકો ઝપટમાં આવી ગયા છે. 

જોકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોવિડ-19 8 વર્ષ પહેલા 2012માં પેદા થયો હતો. આ દાવા પ્રમાણે ચીનમાં એક ખાણમાં 6 મજૂર નિમોનિયા જેવા વાયરસથી પીડિત થયા હતા જે ચામાચિડીયાનું મળ સાફ કરી રહ્યા હતા. આમાંથી ત્રણના મોત થઈ ગયા હતા. 

ખાસ વાત એ છે કે આ ઘટનાને વુહાનની લેબ સાથે કનેક્શન હતુ.
ફોટો Google માંથી લેવાયેલ

વુહાનની વાયરૉલોજી લેબથી કનેક્શન હતુ

વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ચીનના દક્ષિણ-પશ્ચિમના યુન્નાન વિસ્તારમાં મોજિયાંગ ખાણમાં 6 મજૂરો બીમાર પડ્યા હતા. આ લોકો ખાણમાં ચામાચિડીયાનું મળ સાફ કરી રહ્યા હતા. 

રિપોર્ટ પ્રમાણે આ મજૂરોની સારવાર કરનારા ફિઝિશિયન લૂ સૂએ જાણ્યું હતુ કે દર્દીઓને તીવ્ર તાવ, કોરી ખાંસી, હાથ-પગમાં દુ:ખાવો અને માથું દુ:ખાતુ હતુ. આ તમામ લક્ષણો કોવિડ-19ના છે. આ ખાણ વુહાનથી 1000 મીલ દૂર છે, પરંતુ આ ઘટનાનું વુહાનની વાયરૉલોજી લેબથી કનેક્શન હતુ.

સેમ્પલ ટિશૂ વુહાન લેબમાં મોકલવામાં આવ્યા હતા


વાયરૉલોજીસ્ટ જોનાથન લૈથમ અને મૉલિયક્યૂલર બાયોલોજિસ્ટ એલિસન વિલ્સન બાયોસાયન્સ રિસોર્સ પ્રોજેક્ટ માટે ઇથકામાં કામ કરે છે અને તેમણે લી શૂની થીસિસ વાંચી છે. તેમણે જણાવ્યું કે થીસિસમાં જે પુરાવા છે તેને જોયા બાદ તેઓ મહામારીને નવી રીતે સમજી રહ્યા છે. જોનાથને દાવો કર્યો છે કે મજૂરોના સેમ્પલ ટિશૂ વુહાન લેબમાં મોકલવામાં આવ્યા હતા અને તેમણે ન્યૂયૉર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં દાવો કર્યો કે ત્યાંથી વાયરસ લીક થયો. અહીં એ વાતની ખાતરી કરવામાં આવી હતી કે ચામાચિડીયાથી જ આ ઘાતક વાયરસ નીકળ્યો છે.

ચીનનું વુહાન આરોપોના કેન્દ્રમાં 

કોરોના વાયરસ ફેલાયા બાદ ચીનનું વુહાન આરોપોના કેન્દ્રમાં છે. કહેવામાં આવે છે કે અહીંના વેટ માર્કેટથી વાયરસ ફેલાયો, જ્યારે એ પણ આરોપ છે કે વાયરસ વુહાનની વાયરૉલોજી લેબથી લીક થયો. અહીં ચામાચિડીયામાં જોવા મળતા ખતરનાક વાયરસ પર રિસર્ચ થાય છે. જોકે લેબના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને આ SARS-CoV-2 લોકોમાં ઇન્ફેક્શન ફેલાયા બાદ મળ્યો હતો, પહેલા નહીં.

Post a Comment

0 Comments