Ticker

6/recent/ticker-posts

જાણો ભારતનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર ગુજરાત ના ક્યાં શહેર માં શરૂ કર્યું , ભવ્યતા જોઇ આંખો અંજાઇ જશે

 ભારતમાં પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં શરૂ, ભવ્યતા જોઇ આંખો અંજાઇ જશે


રાજકોટ સહિત સમગ્ર રાજ્ય અને દેશ દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના ના વધતા કેસ સામે ભારતમાં પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલ ખાનગી હોટેલમાં આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં તંત્ર તરફથી 90 બેડ માટે મંજૂરી આપવામાં આવી છે. 


સમગ્ર સંચાનલ અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ કરશે.

આ સેન્ટર ખાતે આયુર્વેદિકના નિષ્ણાંત તબીબની ટીમ દર્દીઓને સારવાર આપશે અને સાથે યોગા ટ્રેનર દ્વારા દિવસ દરમિયાન દર્દીઓને જરૂરિયાત મુજબ યોગા કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એ સીમટોમિક દર્દી કે જે હોમ આયસોલેટ થઇ શકે છે તેવા દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે અહીંયા આયુર્વેદીક કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું હોવાનું રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું.

Post a Comment

0 Comments