Ticker

6/recent/ticker-posts

લો આવી ગઈ તારીખ શાળા અને કોલજ શરૂ થવાની

 ઑડ-ઇવન પદ્ધતિથી સ્કૂલમાં બોલાવાશે બાળકો, રાજ્યો સાથે ચર્ચા કરીને લેવાશે અંતિમ નિર્ણય


દેશભરમાં 1 સપ્ટેમ્બરથી જે તે રાજ્યની કોરોનાની સ્થિતિ મુજબ શૈક્ષણિક કાર્ય તબક્કાવાર શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. અત્યારે કોરોનાના કારણે દેશમાં શાળા-કૉલેજો બંધ છે. 
1 સપ્ટેમ્બરથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્ય તબક્કાવાર શરૂ કરવામાં આવી શકે છે.


હર્ષવર્ધને સચિવોની ટીમ સાથે કરી મંત્રણા

કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધનના નેતૃત્વ હેઠળ સચિવોની બનેલી ટીમ દ્વારા આ બાબતે મંત્રણા કરવામાં આવી હતી અને એવો અભિપ્રાય લેવામાં આવ્યો હતો કે, 1 સપ્ટેમ્બરથી 14મી નવેમ્બર સુધીના સમયગાળામાં તબક્કાવાર દેશમાં સ્કૂલ, હાઈસ્કૂલ , કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવશે.

સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવાની તૈયારી

અત્યારે ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવાની તૈયારી ચાલી રહી છે. તો પ્રાથમિક શાળાના બાળકો માટે સ્કૂલો ન ખોલવાની નીતિ છે. 
રાજ્ય સરકારો પાસેથી આ મુદ્દે મંતવ્યો લેવામાં આવશે અને ત્યારબાદ આખરી નિર્ણય પર પહોંચવામાં આવશે. આને લઇને કેન્દ્ર સરકાર ગાઈડલાઈન આપશે. 
અંતિમ નિર્ણય લેવાની સત્તા પણ રાજ્ય સરકારોને સોંપવામાં આવશે.
કેન્દ્ર સરકાર 31મી ઑગષ્ટ બાદ અનલોકની પ્રક્રિયા માટે ગાઈડલાઈન જાહેર કરશે. સ્કૂલો ખોલવી કે કેમ તેને લઇની સમીક્ષા કરવામાં આવશે અને જે તે રાજ્યની સરકારના મંતવ્યોને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવાશે.

Post a Comment

0 Comments