મોદી સરકાર જમ્મુ-કાશ્મીરને લઈ ફરી સક્રિય, તૈયાર કરી બ્લ્યૂપ્રિન્ટ, ગમે ત્યારે મોટી જાહેરાત
મોદી સરકારે જમ્મુ -કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી વિવાદાસ્પદ 370મી કલમને એક ઝાટકે જ રદ્દ કરી નાખી હતી. આ કલમ રદ્દ કરાતાની સાથે જ જમ્મુ-કાશ્મીરના વિકાસ દ્વાર પણ ખુલી ગયા હતાં.
હવે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે નવી બ્ય્લૂપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. કેન્દ્ર સરકાર નવું જમ્મુ અને નવું શ્રીનગર બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી હોવાની જાણકારી મળી હતી.
આ પ્રોજેક્ટ પર ખુદ વડા પ્રધાન નજર રાખી રહ્યા હોવાનું કહેવાય છે. હાલ જો કે આ પ્રોજેક્ટની વિગતો મિડિયાથી છૂપી રખાઇ હતી.
એક સરકારી પ્રવક્તાએ જણાવ્યા મુજબ કેન્દ્રનું શહેરી વિકાસ ખાતું અને જમ્મુ કશ્મીરનું સ્થાનિક વહીવટી તંત્ર આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યાં હતાં.
ગયા સપ્તાહે વડા પ્રધાનના વિશ્વાસુ મનાતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા મનોજ સિંહાને જમ્મુ કશ્મીરના ઉપ-રાજ્યપાલપદે નીમીને મોકલવામાં આવ્યા હતા.
એ પણ આ પ્રોજેક્ટ પર બાજ નજર રાખશે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટની વિગતો જાહેર કરાય એવી શક્યતા છે.
જોકે હાલ આ વિશે સંબંધિત સૌને મોઢું બંધ રાખવાની કડક સૂચના અપાઇ હતી.
વધુ જાણકારી માટે અહિયાં ક્લક કરો...


0 Comments