સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને ગૃહ મંત્રાલયે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, MHAની પણ મંજૂરી


 Photo source Google


ગુજરાતમાં કેવડિયા કોલોનીમાં બનેલ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કેવડિયામાં સ્થિત વિશ્વનું સૌથી ઉંચું સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સુરક્ષા માટે ગૃહ મંત્રાલયે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળના ( CISF) જવાનો તૈનાત રાખવાની અનુમતિ આપી દીધી છે. 

 કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરનાર અધસૈનિક બળ છે. CISF દેશના મુખ્ય એરપોર્ટ, દિલ્હી મેટ્રો અને બીજા સંવેદનશીલ સ્થાનોની સુરક્ષા કરે છે.


ગૃહ મંત્રાલયના આ નિર્ણય અનુસાર, પહેલા ચરણમાં 25 ઓગસ્ટથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સુરક્ષા માટે 272 સીઆઈએસએફ જવાનોને તૈનાત કરવામાં આવશે. 

 ગુજરાત  કેવડિયામાં રહેલું સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. સરકાર પટેલની આ ભવ્ય પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ છે, તેની લંબાઈ 182 મીટર (597 ફૂટ) છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઈન્ટ CEOના જણાવ્યાનુસાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે CISFના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દીધી છે. જેના માટે કેવડિયા કોલોની, મેડિકલ ફેસિલિટી, ઓફિસ અને વવાહનો સહિતની સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.  

મીડિયા રિપોર્ટ મુજબ વહેલી તકે ડિપ્લોયમેન્ટની સેરેમની કરવામાં આવશે અને ત્યારબાદ CISF સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું હેન્ડ ઓવર લઈ લેશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018એ સરદાર પટેલના જન્મદિવસના અવસરે આ પ્રતિમાનું ઉદ્દઘાટન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના મહામારી ચાલી રહી છે, જેના કારણે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના પરિસરમાં પર્યટકો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, આગામી મહિને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ખોલવાની યોજના પર વિચાર વિમર્શ ચાલી રહ્યા છે.

જણાવી દઈએ કે, અત્યાર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જવાબદારી નર્મદા પોલીસ અને SRPના જવાનો સંભાળી રહ્યા હતા. પરંતુ હવે કોરોના મહામારીને કારણે SOUની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પહેલી સપ્ટેમ્બરથી લાગુ થતાં અનલોક-4માં સ્ટેચ્યૂ ઓફ યુનિટિની ખુલવાની શક્યતાના પગલે પણ સુરક્ષા વધારો કરવામાં આવ્યો છે. આ વચ્ચે ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.