Ticker

6/recent/ticker-posts

વાલી માટે ખુશીના સમાચાર,આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ

 

આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ જાણો કેમ ભરાશે ફોર્મ

Photo source Google

આજથી ગુજરાતભરમાં RTE માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જેના માટે વાલીઓએ જરૂરી તમામ દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવા ફરજિયાત રહેશે. આજથી 29 ઓગસ્ટ સુધી RTE માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. કોરોના મહામારીને કારણે આ વર્ષે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. વાલીઓએ રિસીવિંગ સેન્ટરો પર ફોર્મની કોપી તથા અન્ય દસ્તાવેજો જમા કરાવવાના રહેશે નહિ. મહત્વના દસ્તાવેજોમાં વિદ્યાર્થીના જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, વાલીનો આવકનો દાખલો, વિદ્યાર્થીનું આધારકાર્ડ, બેન્ક ખાતાની પાસબુકની કોપી સબમિટ કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.


Photo source Google

અતુલ તિવારી/અમદાવાદ :આજથી ગુજરાતભરમાં RTE માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જેના માટે વાલીઓએ જરૂરી તમામ દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવા ફરજિયાત રહેશે. આજથી 29 ઓગસ્ટ સુધી RTE માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. કોરોના મહામારીને કારણે આ વર્ષે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. 

Photo source Google


વાલીઓએ રિસીવિંગ સેન્ટરો પર ફોર્મની કોપી તથા અન્ય દસ્તાવેજો જમા કરાવવાના રહેશે નહિ. મહત્વના દસ્તાવેજોમાં વિદ્યાર્થીના જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, વાલીનો આવકનો દાખલો, વિદ્યાર્થીનું આધારકાર્ડ, બેન્ક ખાતાની પાસબુકની કોપી સબમિટ કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

ઓનલાઈન અરજી કરતા સમય એ વાલીએ જે શાળામાં પ્રવેશ જોઈએ છે તે શાળાની પસંદગી પણ કરવાની રહેશે. ઓનલાઈન અરજી સમયે વાલી એકથી વધુ શાળા માટે પસંદગી કરી શકશે. ઓનલાઈન અરજીની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ફોર્મ ચકાસણી કરાશે. 

31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન ફોર્મ ચકાસણી કરાશે. 11 સપ્ટેમ્બરના રોજ પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે. RTE અંતર્ગત ધોરણ 1 થી 8માં અભ્યાસ માટે વિદ્યાર્થીની સ્કૂલ ફી, પુસ્તક અને યુનિફોર્મનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ધોરણ 1માં આવનાર વિદ્યાર્થી કે જેની ઉંમર 5 થી 7 વર્ષ હોય તેવા વાલીઓ પોતાની ગમતી શાળા માટે પ્રવેશ માટે અરજી કરી શકે છે. 

ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ વિના મૂલ્યે ધો-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. 19થી 29 ઓગસ્ટ દરમિયાન rte.orpgujarat.com વેબસાઇટ પર આવેદન કરી શકાશે. 31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ કે રીજેક્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રવેશ પ્રક્રિયામાં 11 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે.


Post a Comment

0 Comments