Ticker

6/recent/ticker-posts

શું શિયાળામાં વધશે કોરોના ? ચેતવણી: વૈજ્ઞાનિકો એ આપી ચેતવણી- શિયાળામાં 'ડબલ મહમારી' સહન કરવા દુનિયા રહે તૈયાર.

 ચેતવણી!  વૈજ્ઞાનિકો એ આપી ચેતવણી શરદીમાં 'ડબલ મહામારી' સહન કરવા દુનિયા થાય તૈયાર.


Photo source Google

વૈજ્ઞાનિકોએ આવનારી શરદીમાં Twindemic જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે.

દુનિયાભરમાં કોરોના સંક્રમણ (Coronavirus) ઝડપથી વધી રહ્યો છે. ન્યૂઝીલેન્ડમાં પણ તેની વાપસી થઇ છે. તેવામાં વૈજ્ઞાનિકો આવનારી શરદીમાં ડબલ મહામારી (Twindemic) જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે. 

પબ્લિક હેલ્થ સાથે જોડાયેલા એક્સપર્ટ મુજબ આ શિયાળો તમારા મારે ખરાબ સમાચાર લઇને આવી શકે છે. કોવિડની સાથે જ સીઝનલ ફ્લૂ પણ તબાહી મચાવશે. જે માટે લોકોને તૈયાર રહેવાની જાણકારી આપવામાં  આવી છે. આ સ્થિતિને વૈજ્ઞાનિકોએ ટિનડેમિક કહ્યું છે.
Photo source Google

ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલી એક રિપોર્ટ મુજબ શિયાળાના વાતાવરણમાં સીઝનલ ફ્લૂ ખૂબ જ સામાન્ય બિમારી છે. અને મોટાભાગના હોસ્પિટલો આ સમયે દર્દીઓથી ભરાયેલા હોય છે. જો કે આ વર્ષે હોસ્પિટલો પહેલાથી જ કોવિડ 19ના દર્દીઓથી ભરાયેલી છે. 
 તેવામાં સીઝન ફ્લૂ આવતા દર્દીઓની સારવારની મુશ્કેલી વધવાની સંભાવના છે. વળી તે વાત પણ એટલી જ સાચી છે કે કોવિડ 19 અને સીઝનલ ફ્લૂના શરૂઆતી લક્ષણો એક જેવા છે.

આ પણ વાંચો:ભારતનું પેલું હોમિયોપેથીક covid૧૯ સેન્ટર


સીઝનલ ફ્લૂથી બચવા માટે ફ્લૂ શોર્ટ આપવામાં આવે છે. જે દર વર્ષે સંભવ નથી. તેવામાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે. એક્સપર્ટનું કહ્યું છે કે ફ્લૂના લક્ષણ જેમ કે તાવ, શરદી,કફ, ગળામાં દુખાવો, શરીર તૂટવું આ બધુ થવાની સંભાવના છે. 
 એક્સપર્ટના જણાવ્યા મુજબ ફ્લૂના લક્ષણ અને કોવિડ એક જેવા જ લક્ષણ છે. આમાં કોવિડ સંક્રમણનો ખતરો અનેક ધણો વધી જાય છે. અને ફ્લૂની ઝપેટમાં આવેલ વ્યક્તિને કોરોના સંક્રમણ થવાની સંભાવના પણ રહે છે જે ધાતક સાબિત થઇ શકે છે.

આ વાતે દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ટ્વિનડેમિકને લઇને ચિંતા જાહેર કરી છે. ફ્લી શોર્ટ આપવા પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. અમેરિકામાં સેન્ટર ફોર ડિઝિજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે જણાવ્યું કે અમે મોટી કંપનીઓને કહી રહ્યા છે કે તે ફ્લૂ શોર્ટ આપવાનું અભિયાન ચલાવે. CDC દર વર્ષે હોસ્પિટલમાં 5 લાખ ડોઝ આપે છે. પણ આ વખતે સ્થિતિને જોતા પહેલા જ 9.3 મિલિયન ફ્લૂ શોર્ટનો ઓર્ડર પહેલાથી આપવામાં આવ્યો છે. અમેરિકા પછી બ્રિટનના વૈજ્ઞાનિકો પણ આ જ વાત પર ભાર આપી રહ્યા છે.



Post a Comment

0 Comments