Ticker

6/recent/ticker-posts

શુ તમે પણ અમદાવાદ-સુરત જતાં આવતા રહો છો?, સૌથી મોટા સમાચાર, ખાસ વાંચીને જ આજે ઘરની બહાર નીકળજો

 અમદાવાદ-સુરત જતાં આવતા મુસાફરો  સૌથી માઠ સમાચાર, ખાસ વાંચીને જ આજે ઘરની બહાર નીકળજો


રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કારણે સુરત અમદાવાદ એસટી રૂટને લઈને આજે એક મોટો નિર્ણય લેવાયો છે. 
રાજ્યના એસટી વિભાગે અમદાવાદ-સુરત રૂટની એસટી અને ખાનગી બસોને આજથી વધુ સાત દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કોરોનાને લઈ ઉચ્ચકક્ષાએ વિચાર-વિમર્શ કર્યા બાદ આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 પરંતુ ખાનગી વાહન, ટ્રક, માલવાહક વાહનો ચાલુ રહેશે.




સુરતમાં કોરોનાના કેસોમાં કૂદકેને ભૂસકે વધારો થતા ઉચ્ચકક્ષાએ આ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી એસટી બસ તેમજ ખાનગી બસોનું સંચાલન હાલ બંધ રાખવામાં આવ્યું છે. 
ત્યારે આગામી 7 દિવસ ફરીથી બસોનું સંચાલન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એસટી નિગમ દ્વારા સુરત જતી આવતી બસોનું સંચાલન 14 ઓગસ્ટથી વધુ 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. જો આ સમય દરમિયાન અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલૂ રહેશે. 
જ્યારે અન્ય વિસ્તારોમાં એસટી, ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.

Post a Comment

0 Comments