Ticker

6/recent/ticker-posts

રશિયાની વેક્સિન ખરીદવા માટે કેટલા દેશો તૈયાર.?, જાણો ભારતને ક્યારે મળશે આ રસી

 

રશિયાની વેક્સિન ખરીદવા માટે 20 દેશો તૈયાર, જાણો ભારતને ક્યારે મળશે આ રસી


રશિયાએ મંગળવારના જાહેરાત કરી હતી કે તેણે કોરોના વાયરસની સફળ વેક્સિન તૈયાર કરી લીધી છે. 
આ વેક્સિનના રિસર્ચની ફંડિંગ કરનારા ગ્રુપના "પ્રમુખ કિરિલ દમિત્રીવે" છે કે રશિયા અન્ય દેશોને નવેમ્બર સુધી વેક્સિનની સપ્લાય કરી શકે છે. 
આ પહેલા રશિયાએ જણાવ્યું હતુ કે "ભારત" સહિત 20 દેશ તેની વેક્સિન ખરીદવામાં રસ દાખવી ચુક્યા છે.

મોટા સ્તર પર વેક્સિનેશન કાર્યક્રમ

રશિયાનું કહેવું છે કે ઑક્ટોબરમાં પોતાના દેશમાં મોટા સ્તર પર લોકોને વેક્સિન લગાવવા માટે કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જોકે રશિયન વેક્સિનનો ફેઝ-3 ટ્રાયલ અત્યારે પૂર્ણ નથી થયો. 

આ કારણે દુનિયાભરના એક્સપર્ટ અત્યારે આ વેક્સિનને સફળ નથી કહી રહ્યા. ફેઝ-3 ટ્રાયલના રિઝલ્ટ આવવા પર જ વેક્સિન વિશે સચોટ માહિતી આપવામાં આવશે.

સપ્ટેમ્બરમાં ડેટા પ્રકાશિત કરશે

એક રિપોર્ટ પ્રમાણે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ કિરિલ દમીત્રીવે બુધવારના કહ્યું કે આ વેક્સિન સુરક્ષિત છે. 
તેમણે કહ્યું કે, આ સાબિત કરવા માટે અમે ઑગષ્ટ અને સપ્ટેમ્બરમાં ડેટા પ્રકાશિત કરીશું. 


રશિયાને વેક્સિનના કરોડો ડોઝના ઑર્ડર મળ્યા

તેમણે કહ્યું કે, એવું નથી કે " અમે કાલે એક કરોડ લોકોને વેક્સિન આપવા જઇ રહ્યા છીએ".
જોકે કિરિલ દમીત્રીવે રશિયન વેક્સિનમાં સંપૂર્ણ ભરોસો દાખવ્યો છે અને કહ્યું છે કે તેઓ ખુદ પણ આ વેક્સિન લઈ ચુક્યા છે અને તેમના પરિવારના લોકોને પણ આ વેક્સિન આપવામાં આવી છે. કિરિલ દમીત્રીવે દાવો કર્યો છે કે રશિયાને પહેલાથી જ અન્ય દેશો પાસેથી વેક્સિનના કરોડો ડોઝ માટે ઑર્ડર મળી ચુક્યા છે. રશિયન એમ્બેસી પ્રમાણે બ્રાઝિલનું પરાના સ્ટેટ વેક્સિન માટે રશિયાની સાથે કરાર કરવા જઇ રહ્યું છે. ફિલિપિન્સે પણ રશિયન વેક્સિનનું સમર્થન કર્યું છે.

Post a Comment

0 Comments